બ્રેડ ટોમેટો સૂપ

વેબ દુનિયા|

P.R
સામગ્રી : 4 બ્રેડ - નાના ટૂકડાંમાં સ્લાઇસ કરેલી, 2-3 બારીક કાપેલા લસણ, 2 મોટી ચમચી ઓલિવ ઓઇલ, 1 ડુંગળી, બારીક કાપેલા તુલસીના પત્તા, 4-5 ટામેટાનું પ્યુરી, 4 કપ વેજિટેબલ સ્ટોક, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી આદુંની પેસ્ટ, કાળા મરીનો ભૂક્કો, 1 ચમચી તાજું ક્રીમ.

બનાવવાની રીત : સૌ પહેલા એક ઊંડા વાસણમાં એક ચમચી ઓલિવ ઓઇલ, લસણ, આદું, ડુંગળીની પેસ્ટ, તુલસી અને ટામેટાની પ્યુરી નાંખી થોડી સેકન્ડ માટે ગેસ પર રાંધો. બાદમાં આ મિશ્રણમાં વેજિટેબલ સ્ટોક નાંખી મીઠું અને કાળા મરીનો ભૂક્કો મિક્સ કરો. આ મિશ્રણને ત્યાંસુધી પકાવતા રહો જ્યાંસુધી સ્પાઇસી સૂપ ઉકળવા ન લાગે. બાદમાં બીજા વાસણમાં બ્રેડના કાપેલા ટૂકડાને તેલમાં તળી લો. તળીને ક્રીસ્પી થઇ જાય એટલે બ્રેડના ટૂકડાને સૂપમાં નાંખી સૂપની ઉપર ફ્રેશ ક્રીમ નાંખી સર્વ કરો.


આ પણ વાંચો :