મગની દાળ-મૂળાની ભાજીના ભજીયા

વેબ દુનિયા|

P.R
સામગ્રી - મગની દાળ 60 ગ્રામ, મૂળાની ભાજી - 1 કિલો, સરસવનું તેલ - 2-3 ચમચી, ચપટી હીંગ, અડધી ચમચી જીરું, 1/4 ચમચી હળદર, 1થી 2 જીણા સમારેલા લીલા મરચાં, 1/4 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, ચણાનો લોટ.

બનાવવાની રીત - મગની દાળને ધોઇને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો. મૂળાની ભાજીને સાફ કરી તેની ડાળીઓ કાઢી લો અને શાક માટે સારા લીલા પાંદડા ને પાણીમાં ધોઇ લો. ધોયેલા પાંદડામાંથી બરાબર રીતે પાણી નિતારી લો. ધોયેલા પાંદડાને બારીક કાપી લો.

કઢાઈમાં તેલ નાંખીને ગરમ કરો. ગરમ તેલમાં હીંગ અને જીરું નાંખો. જીરું સંતળાયા બાદ તેમાં લીલા મરચા, હળદર નાંખી ચમચીથી હલાવો અને તેમાં પલળેલી દાળ અને મૂળાની ભાજી નાંખી દો. મીઠું અને લાલ મરચું નાંખી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દો. શાકમાં 3-4 ચમચી પાણી નાંખો અને ગેસ પર ધીમી આંચે રંધાવા દો. શાકની અંદરની દાળ ચઢી જાય અને બધું પાણી બળી જાય અને શાક બરાબર ડ્રાય થઇ જાય એટલે ગેસની આંચ બંધ કરી દો.
હવે બીજી તરફ એક તપેલીમાં થોડો ચણાનો લોટ લો. જે રીતે અન્ય ભજિયા બનાવવા માટે તમે ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરો છો તે રીતે લોટમાં મીઠું, હળદર, મરચું અને પાણી નાંખો. તૈયાર કરેલા ડ્રાય શાકમાંથી લોટના લૂઆની જેમ ગોળ ગોળ લૂઆ તૈયાર કરો. હવ જે રીતે બટાકા-ડુંગળીના ભજિયાને ચણાના લોટના પ્રવાહી મિશ્રણમાં ડુબાડીને ભજિયા તળો છો તે જ રીતે આ મગની દાળ અને મૂળાની ભાજીને પણ ચણાના લોટના મિશ્રણમાંથી કાઢી ગેસ પર મૂકેલા ગરમ તેલમાં તળી લો. તૈયાર છે તમારા મૂળાની ભાજી અને મગની દાળના ભજિયા.


આ પણ વાંચો :