સાઉથ ઈંડિયન રેસીપી - રસમ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 4 કાપેલી નાની ડુંગળી, 2 ટામેટાંનો પલ્પ, 1 કપ આંબલી(કે આંબોળિયા)નો રસ, 3 સૂકાયેલાં લાલ મરચાં, 1 ચમચી જીરું, 5 કાળા મરી, લસણની 5 કળી, 1 ચમચી સરસવના દાણા, 1 ચમચી કાપેલી કોથમીર, 5 લીમડાના પાન, ચપટી હિંગ અને વઘાર માટે પ્રમાણસર તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ લસણ, જીરું, કાળા મરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. આંબલીના રસમાં ટામેટાંના પલ્પને સારી રીતે મિક્સ કરી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સરસવના દાણાં, હીંગ અને લાલ મરચું નાંખી ગેસની આંચ ચાલુ કરો અને તેમાં કાપેલી ડુંગળી જ્યાં સુધી સામાન્ય ભૂરો રંગ ન પકડે ત્યાંસુધી તેને સાંતળો. હવે તેમાં તૈયાર કરેલી લસણ અને કાળા મરીવાળી પેસ્ટ નાંખો. હવે તેને 3 મિનિટ સુધી સારી રીતે ઉકાળી તેમાં આંબલીવાળું પાણી નાંખી 4 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં મીઠું, કોથમીર અને 4 કપ પાણી ઉમેરો અને ફરીથી 15 મિનિટ સુધી ધીમી આંચે ઢાંકણ ઢાંકી ઉકળવા દો. જ્યારે બરાબર ઉકળી રહે એટલે ગેસની આંચ બંધ કરી તેમાં ઉપરથી મીઠા લીમડાંના પાન ઉમેરો. ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :