ગુજરાતી સ્નેક્સ - બટાકાની ભાખરવડી

potato bakarwadi
Last Modified શુક્રવાર, 8 જુલાઈ 2016 (17:32 IST)
 
મેદો - 3/4કપ, ઘી - 1 ચમચી, મીઠુ સ્વાદમુજબ 
સ્ટફિંગ માટે સામગ્રી - બટાકા 1 કપ બાફેલા, લીલા ધાણા 2-3 ચમચી ઝીણા સમારેલા. ધાણા જીરુ 1 ચમચી, આદુનું પેસ્ટ 1/2 ચમચી,  લીલા મરચા 1 સમારેલી,  લાલ મરચુ અડધી ચમચી, આમચૂર પાવડર - 1/2 નાની ચમચી મીઠુ સ્વાદ મુજબ. 
 
અન્ય સામગ્રી - થોડો મેદો, તેલ ફ્રાઈ કરવા માટે. 

બનાવવાની રીત - એક મોટા વાસણમાં મેદો લો. તેમા મીઠુ અને ઘી નાખીને સારી રીતે મિક્સ કરો અને થોડુ થોડુ પાણી નાખીને સારી રીતે કડક લોટ બાંધી લો.  લોટને ઢાંકીને 20 મિનિટ માટે બાજુ પર મુકો.  બીજી બાજુ બટાકાની સ્ટફિંગ તૈયાર કરો.  આ માટે બાફેલા બટાકાને છોલીને મેશ કરી લો. તેમા ધાણા જીરુ, લાલ મરચુ, આમચુર, મીઠુ, આદુનુ પેસ્ટ, લીલા મરચા અને ધાણા સમારીને નાખો અને સારી રીતે મિક્સ કરી લો. 
 
હવે 20 મિનિટ પછી લોટને બે ભાગમાં વહેંચીને તેના ચપટા લૂઆ બનાવી લો.  આ લૂઆને પુરી જેવુ વણો. વણેલી પૂરી ઉપર બટાકાની સ્ટફિંગ મુકીને ચમચીથી ફેલાવી દો. ત્યારબા પુરીને સાચવીને ઉઠાવો અને તેનો રોલ બનાવી લો. જ્યારે આનો રોલ બની જાય ત્યારે મેદો અને પાણીની પેસ્ટ લગાવીને તેને સીલ કરી દો.  તેના કિનારાને પણ પેસ્ટ લગાવીને સારી રીતે વાળીને દબાવી દો. પછી ચપ્પુ વડે નાના નાના ગોલ શેપમાં કાપી લો. અને કઢાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન થતા સુધી તળો.  તમારી બટાકાની ભાખરવડી ખાવા માટે એકદમ તૈયાર છે. 


આ પણ વાંચો :