મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2017 (14:46 IST)

Bengali Recipe - છોલાર ડાલ (ચણાની દાળ)

બંગાળમાં ચણાની દાળને છોલાર દાળના નામથી ઓળખવામાં આવે છે.  આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને કોઈપણ ખાસ ઓકેશન પર બનાવવામાં આવે છે. 
સામગ્રી - 1 વાડકી ચણાની દાળ(છોલાર દાલ)
1 આખા સૂકા લાલ મરચા 
1 નાની ચમચી જીરુ 
1  તજ 
2 લવિંગ 
2 ઈલાયચી 
1 તમાલપત્ર 
1 નાની ચમચી છીણેલુ આદુ 
1 લીલુ મરચુ લાંબા ટુકડામાં કાપેલુ 
ચપટી હળદર 
નારિયળ (નાના ટુકડામાં કાપેલુ) 
1 મોટી ચમચી ઘી 
મીઠુ સ્વાદમુજબ 
પાણી જરૂર મુજબ 
 
બનાવવાની રીત - ચણાની દાળ બનાવવા માટે પહેલા મીડિયમ તાપ પર પ્રેશર કૂકરમાં ચણાની દાળ, પાણી, હળદર, મીઠુ નાખીને 7-8 સીટી આવવા દો અને તાપ બંધ કરી દો.
- બીજી બાજુ મીડિયમ તાપમાં એક કડાહીમાં તેલ ગરમ કરવા માટે મુકો 
- તેલ ગરમ થતા જ જીરુ, સૂકા લાલ મરચા, તજ, લવિંગ, ઈલાયચી, તમાલપત્ર, નારિયળના ટુકડા અને છીણેલુ આદુ નાખીને સેકો. 
- આદુને હલકુ ગોલ્ડન બ્રાઉન થતા જ બાફેલી દાળ, લીલા મરચા, મીઠુ અને થોડી ખાંડ મિક્સ કરો અને 2 મિનિટ સુધી ઉકળવા દો. આવુ કરવાથી દાળ બધા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જશે. 
- નક્કી સમય પછી ગેસ બંધ કરી દો. ચણાની દાળ તૈયાર છે. 
- ઘી નાખીને ચોખા સાથે ગરમાગરમ સર્વ કરો.