શનિવાર, 1 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (17:43 IST)

આ રીતે બનાવો ગરમા ગરમ બેસનના ચીલડા

ચીલા મતલબ આમલેટ.. આપણે ઈંડામાંથી બેલ આમલેટ જ નહી પણ વેજ આમલેટની વાત કરી રહ્યા છીએ.  ઘણા લોકો સમયની કમીને હોવાથી બ્રેકફાસ્ટમાં બ્રેડ ચીલા બનાવીને ખાય છે.. જો તમે પણ વેજીટેરિયન છો અ ને ચીલા ખાવાથી બચો છો તો આજે અમે તમને બેસનના ચીલા બનાવવાની રેસેપી બતાવીશુ..  આવો જાણીએ તેને બનાવવાની વિધિ.. 
સામગ્રી - 1 કપ બેસન, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી અજમો, મીઠુ સ્વાદ મુજબ, અડધો કપ પાની... 
અડધી સમારેલી ડુંગળી, અડધુ ટામેટુ સમારેલુ, 1 ઈંચ આદુ કાપેલુ , એલ ગ્રીન ચીલી સમારેલી, 5 ચમચી તેલ. 
 
બનાવવાની રીત - મોટા બાઉલમાં 1 ચમચી બેસન મિક્સ કરો.. પછી તેમા ¼ ચમચી હળદર, ¼ ચમચી અજમો અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમા અડધો કપ પાણી મિક્સ કરો અને ત્યા સુધી હલાવો જ્યા સુધી આ સ્મૂથ પેસ્ટ ન બની જાય. હવે તેને 30 મિનિટ સુધી બાજુ પર મુકી દો.. 
- હવે આ પેસ્ટમાં સમારેલી ડુંગળી, અડધુ ટામેટુ, 2 મોટી ચમચી ધાણા, 1 ઈંચ સમારેલુ આદુ અને 1 ગ્રીન મરચુ નાખો. 
- પછી તેને સારી રીતે હલાવીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. 
- એક ગરમ તવા પર ચમચીની મદદથી આ પેસ્ટ ફેલાવો 
- પછી ચિલાની ઉપર તેલના થોડા ટીપા નાખો અને મધ્યમ તાપ પર થવા દો. 
- ચીલાને બંને બાજુથી થવા દો.. બસ તમારા ચીલા બનીને તૈયાર છે. હવે તેને ગ્રીન ચટની સાથે ગરમા ગરમ સર્વ કરો.