મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 5 જૂન 2018 (17:10 IST)

Bhindi Sambar જોઈને તમારી ભૂખ વધી જશે

ભિંડીને જોઈને અનેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે.   નવી રીતે બનાવેલ ભિંડી જોઈને તમારા મોઢામાં પાણી આવી જ જશે.  આ વખતે અમે તમને બનાવતા શિખવી રહ્યા છે ભિંડી સાંભર. 
 
આવો જાણીએ તેની વિધિ 
 
સામગ્રી - પલાળેલી તુવેરની દાળ - 310 ગ્રામ 
પાણી - 800 મિલીલીટર 
હળદર - 1/4 ટી સ્પૂન 
મીઠુ - 1 ટી સ્પૂન 
તેલ - 2 ટેબલ સ્પૂન 
ભિંડી - 210 ગ્રામ. 
તેલ - 2 ટેબલ સ્પૂન 
રાઈ - 1 ટી સ્પૂન 
અડદની દાળ - 1 ટી સ્પૂન 
સુકા લાલ મરચા - 1 
લીલા મરચા - 3 
કઢી લીમડો - 10-12 
હીંગ - 1/8 ટી સ્પૂન 
ડુંગળી - 60 ગ્રામ 
ટામેટા - 130 ગ્રામ 
મીઠુ - 1/2 ટેબલ સ્પૂન 
સાંભર મસાલા - 1 ટેબલ સ્પૂન 
પાણી - 550 મિલીલીટર 
ટામરિંડ એક્સટ્રેક્ટ - 330 મિલીલીટર 
ગોળ - 1 ટેબલ સ્પૂન 
 
બનાવવાની રીત - કુકરમાં 310 ગ્રામ પલાળેલી તુવેરની દાળ, 800 મિલીલીટર પાણી, 1/4 ટી-સ્પૂન હળદર, 1 ચમચી મીઠુ નાખી તેને 2 સીટી થતા સુધી સીઝવા દો. 
2. પછી દાળ ગેસ પરથી ઉતારીને મેશ કરીને બાજુ પર મુકો 
3. એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેમા 210 ગ્રામ ભિંડી નાખીને ત્યા સુધી સેકો જ્યા સુધી તેનો રંગ સોનેરી ન થઈ જાય. 
4. એક કડાહીમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેમા રાઈ અને અડદની દાળ નાખીને સેકો. ત્યારબાદ તેમા 1 સુકુ લાલ મરચુ, 3 લીલા મરચા, 10-12 કઢીલીમડાના પાન નાખીને સેકો. 
5. હવે તેમા 1/8 ટી-સ્પૂન હીંગ અને 60 ગ્રામ ડુંગળી નાખીને સેકો. 
6. ત્યારબાદ 130 ગ્રામ ટામેટા નાખીને 2-3 મિનિટ માટે સેકો અને 1 ટી સ્પૂન મીઠુ નાખીને મિક્સ કરો. 
7. હવે તેમા સેકેલી ભિંડી નાખો અને 5 થી 7 મિનિટ માટે સીઝવા દો. 
9. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન સાંભર મસાલો નાખીને મિક્સ કરો. 
10. પછી 550 મિલીલીટર પાણી નાખો અને બફાવા દો અને તેમા ટામારિંડ એક્સટ્રેક્ટ નાખીને સારી રીતે મિક્સ કરો. 
11. હવે તેમા બાફેલી દાળ નાખીને સારી રીતે મિક્સ કરો. 
12. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન ગોળ નાખીને 5-7 મિનિટ માટે સીઝવા દો. 
13. તમારી ભિંડી સાંભર તૈયાર છે. ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.