સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 4 જૂન 2018 (17:57 IST)

આ રીતે 5 મિનિટમાં બનાવો કાચી કેરીની મીઠી ચટણી

કાચી કેરી મતલબ  કે કેરીથી બનેલી બધી જ વસ્તુ જેવી કે ચટણી, કેરી વગેરે બધાને પસંદ પડે છે. તેને ઘરે જ બનાવવી ખૂબ જ સહેલી છે અને તેનો ખાટો-મીઠો સ્વાદ પણ બધાના દિલને સ્પર્શી જાય છે. 
સામગ્રી - બે કાચી કેરી 
એક નાની ચમચી રાઈ 
બે સૂકા લાલ મરચા 
ચપટીભર મીઠુ 
એક ચોથાઈ કપ ખાંડ 
બે નાની ચમચી તેલ 
પાણી જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા બે કેરીને સારી રીતે ધોઈને છોલી લો અને તેના નાના નાના ટુકડા કરી લો. 
- મીડિયમ તાપમાં એક પૈનમાં તેલ ગરમ કરવા મુકો 
- તેલને ગરમ થતા જ તેમા રાઈ નાખો. 
- રાઈના તતડતા જ સૂકા લાલ મરચા નાકો 
- લાલ મરચુ સેકાતા જ કેરી અને મીઠુ નાખીને ચમચીથી હલાવતા સારી રીતે મિક્સ કરી લો. 
- ખાંડ નાખીને સારી રીતે હલાવો પછી પાણી નાખીને 5-7 મિનિટ ઢાંકી મુકો 
- 5-7 મિનિટ પછી તાપ બંધ કરી દો. તૈયાર છે કાચી કેરીની ગળી ચટણી.