Bread Pakora Recipe With Stuffed Potato | ગુજરાતી બ્રેકફાસ્ટ : બ્રેડ પકોડા
સામગ્રી - 6 સ્લાઈસ મોટી બ્રેડ, 250 ગ્રામ બેસન, 200 ગ્રામ બાફેલા બટાકા, લીલી ચટણી, મીઠું, મરચુ, અજમો, હિંગ, હળદર, લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ. તળવા માટે તેલ.
બનાવવાની રીત - બેસનમાં મીઠુ અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો.
લીલા ધાણાની ચટણી - 100 ગ્રામ ધાણામાં બે ત્રણ લીલા મરચા, મીઠુ નાખીને લીલી ચટણી બનાવી લો.
હવે બ્રેડની બે સ્લાઈસ લો.. એક સ્લાઈસ પર તૈયાર બટાકાના મસાલાનુ પાતળુ પડ બીછાવી લો. અને બીજી બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી દો. હવે આ બ્રે સ્લાઈસને એક પર એક મુકીને દબાવી દો. વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કરી લો.