શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (13:06 IST)

Breakfast Recipes - મેદુ વડા રેસીપી - Medu Vada in Gujarati

medu vada recipe
મેદુ વડા માટે સામગ્રી - 1 કપ અડદ દાળ
1 ટેબલ સ્પૂન મોટી સમારેલી લીલા મરચા 
3 થી 4 કાળા મરી 
8 થી 10 કઢી લીમડાના પાન 
1 ટી સ્પૂન મોટુ સમારેલુ આદુ 
મીઠુ સ્વાદ મુજબ 
1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી 
તળવા માટે તેલ 
 
મેદુ વડા બનાવવા માટે - મેદુ વડા બનાવવા માટે અડદની દાળને સાફ કરીને પ્રમાણસર પાણીમાં ઓછામાં ઓછી 2 કલાક પલાળી રાખો 
- પછી પાણી નિતારીને તેમા લીલા મરચા, કાળા મરી, કઢી લીમડો અને આદુ નાખો અને મિક્સરમાં વાટીને ખીરુ તૈયાર કરી લો. આ દાળ વાટવા માટે ફક્ત 1/2 કપ પાણીનો ઉપયોગ કરો. 
- તમારા બંને હાથને એક વાડકીમાં બોળીને સારી રીતે ભીના કરી લો. 
-  ડુંગળી અને મીઠુ નાખો. જો તમને ખીરુ પાતળુ લાગતુ હોય તો તમે પ્રમાણસર રવો કે પછી ચોખાનો લોટ ઉમેરી શકો છો.  
- હવે તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકી દો. 
- મિશ્રણનો એક ભાગ લઈને હથેલી પર મુકીને થોડો ચપટો કરી લો 
- પછી તેમા વચ્ચે એક કાણુ પાડી લો. 
- હવે વડાને બીજા હાથની આંગળીઓ પર મુકીને ધીરેથી તેલમા નાખો 
- મીડિયામ તાપ પર બંને બાજુથી સોનેરી થતા સુધી તળી લો.  તમે એક સાથે 2-3 મેદુ વડા તળી શકો છો. 
- મેદુ વડાને સાંભાર અને નારિયળની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.