સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ

આરોગ્યપ્રદ રહેવા માટે સારુ ખાનપાન હોવુ ખૂબ જરૂરી છે. મસૂર દાળમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જે આરોગ્ય માટે લાભકારી હોય છે. આજે અમે તમને મસૂર દાળ બનાવવાની રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ. જેને ભાત સાથે ખાવ. 
 
સામગ્રી - 1 લીટર પાણી 
220 ગ્રામ મસૂર દાળ 
- 1 ટી સ્પૂન મીઠુ 
- 1 ટી સ્પૂન હળદર 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
 
Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
- 2 ટીસ્પૂન સૂકો આમચૂર પાવડર 
- 3 ટેબલસ્પૂન ઘી 
- 1 ટીસ્પૂન જીરુ 
- 1 ટીસ્પૂન જીરુ 
- 2 સૂકા લાલ મરચાં 
- 100 ગ્રામ ડુંગળી 
- 1/4 ટીસ્પૂન હીંગ 
- 110 ગ્રામ ટામેટા 
- 1 ટી સ્પૂન લાલ મરચું 
બનાવવાની રીત - સૌ પહેલા દાળને સારી રીતે ધોઈ લો.  એક કડાહીમાં પાણી નાખો અને પછી તેમા દાળ મીઠુ અને હળદર નાખી સારી રીતે મિક્સ કરી બાફી લો. આ દાળ તમે કુકરમાં પણ બાફી શકો છો.  હવે તેમા સૂકો આમચૂર પાવડર નાખીને મિક્સ કરો.  એક પેનમાં ઘી નાખીને ગરમ કરો. હવે તેમા જીરુ, સૂકા લાલ મરચા, ડુંગળી, હિંગ અને લીલા મરચા નાખીને સાધારણ સોનેરી થતા સુધી સેકો.  પછી તેમા ટામેટા અને લાલ મરચા નાખીને બફાવા દો.  હવે તાપ પરથી હટાવીને બાઉલમાં કાઢી લો. મસૂર દાળ તૈયાર છે. તેને ધાણાથી સજાવીને સર્વ કરો.