બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (15:03 IST)

ઝટપટ બનાવો અને ખવડાવો જીરા મટર પુલાવ, બનાવવું છે સરળ

અચાનકથી કઈક બનાવવાનો મન નહી છે અને કઈક હળવું ખાવા ઈચ્છો છો તો ચોખાથી ફટાફટ બનાવી લો જીરા મટર પુલાવ. આ બનાવવામાં ખૂબ જ સરળ અને ઝટપટ બની પણ જાય છે. 
સામગ્રી
એક મોટી ચમચી ઘી 
એક નાની ચમચી જીરું 
બે તમાલપત્ર 
4-5 લવિંગ 
4-5 લીમડો 
એક મોટી વાટકી વટાણા 
મીઠું સ્વાદપ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપમાં પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી ગરમ થતા જ જીરું, લીમડો  અને તમાલપત્ર નાખી સંતાળો. 
- જીરું સંતાળી જાય તો તેમાં ચોખા અને વટાણા નાખી ચમચીથી હલાવતા સારી રીતે મિક્સ કરો. 
- હવે પાણી અને પછી મીઠું નાખો. 
- લવિંગને વાટીને નાખો અને કૂકરનો ઢાકણ બંદ કરીને બે સીટી થવા દો. 
- તૈયાર છે જીરા મટર પુલાવ. દહીં પાપડ કે અથાણાંની સાથે ખાવો.