રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 4 જૂન 2021 (14:20 IST)

Recipe- સાંજની ચા સાથે બનાવો યમી ચીઝ કટલેટ

સામગ્રી 
બટાટા- 2 બાફેલા 
બ્રેડ સ્લાઈસ- 2 
મોઝરેલા ચીજ- 1/2 કપ 
લીલા મરચા- 1/2 ટીસ્પૂન 
લાલ મરચા પાઉડર- 1/2 ટીસ્પૂન 
મીઠું સ્વાદપ્રમાણે 
કોથમીર 
મેંદો- 2 ચમચી 
તેલ તળવા માટે 
 
વિધિ 
1. સર્વપ્રથમ બ્રેડને ગ્રાઈંડ્રરમાં નાખી બ્રેડનો ભૂકો બનાવી લો. ત્યારબાદ બટાકાને છોલીને છીણી લો. હવે બટાકામાં મીઠું, કોથમીર, લીલા મરચા, લાલ મરચા પાઉડર, અડધો બ્રેડનો ભૂકો નાખી બધી વસ્તુઓને 
સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. 
2. મેંદોના ખીરું બનાવી તેમાં થોડું પાણી નાખી ગઠળી ખત્મ થતા સુધી મિક્સ કરો અને પછી તેમાં પાણી નાખી ખીરુંને પાતળો કરી લો. 2 ચમચી મેંદાથી 4-5 ચમચી પાતળું ખીરું તૈયાર થઈ જશે. હવે તેમાં કાળી 
મરી અને મીઠું નાખી મિક્સ કરી લો. 
3. કટલેટસ બનાવા માટે કડાહીમાં તેલ ગર્મ કરો અને હાથ પર થોડું તેલ લગાવો. હવે થોડું મિશ્રણ લો અને તેને આંગળીથી દબાવીએ વચ્ચે ખાડો જેવું બનાવી લો. તેમાં અડધા મોઝરેલા ચીઝ રાખો અને 
બટાકાના મિક્સથી ચીજને બંદ કરી નાખો. (જેમ કચોરીમાં ભરાવન કરે છે) કટલેટને રોલ કરતા ગોળ આકાર આપો. પછી તેને દબાવી ચપટો કરો અને બધા કટલેટ આ જ રીતે તૈયાર કરી લો. 
4. ત્યરાબાદ કટલેટસ ઉઠાવીને મેંદોના ખીરામાં ડુબાડો અને પછી બ્રેડના ભૂખામાં સારી રીતે લપેટીને રાખતા જાઓ. 
5. કટલેટસને મધ્યમ તાપ પર તળવા માટે નાખો અને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાય કરો. સારી રીતે ફ્રાય થતા પ્લેટમાં કાઢી લો. ચીજ કટલેટ તૈયાર છે. તેને ટમેટા સૉસ કે લીલી ચટણી સાથે પિરસો અને 
મજાથી ખાવો.