શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (17:05 IST)

ઘરે જ માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ

સામગ્રી -
500 ગ્રામ મમરા
200 ગ્રામ ગોળ
3-4 ચમચી ઘી 
1 કપ પાણી 
 
વિધિ- 
- સૌપ્રથમ એક કડાહીમાં ઘી નાખી ધીમા તાપે ગરમ કરો. હવે તેમાં મમરા નાખી હળવુ સંતાળી લો. 
- ધ્યાન રાખો તાપ વધારે તીવ્ર ન કરવુ નહી તો મમરા બળી જશે. 
- હવે એક બીજી કડાહીમાં એક ચમચી ઘી નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો
- પછી તેમાં ગોળ નાખો. 
- ગોળને સતત હલાવતા રહો. 
- તાપ ધીમો  રાખવો .
- - એક વાટકીમાં થોડું પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
 - પાણીમાં નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય  તો ચાશણી તૈયાર થઈ ગઈ.
-  જ્યારે ગોળની એક તારની ચાશણી બની જાય તો ગેસ બંદ કરી તેમાં મમરા નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- હાથ માં તેલ લગાવી લાડુ બનાવવા .તૈયાર છે મમરાના લાડુ.