રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (15:24 IST)

હેલ્દી અને ચટપટો ખાવાનો મન છે તો માત્ર 15 મિનિટમાં બનાવો Baked Egg

લોકો હમેશા નાશ્તામાં ઈંડા ખાવાનુ પસંદ કરે છે . તેમાં વિટામિન એ,  બી 12 કેલ્શિયમ, પ્રોટીન, આયરલ વેગેરે યોગ્ય તત્વ અને એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી શરીરની ઈમ્યુનિટી તીવ્ર હોવાની સાથે હાડકાઓમાં મજબૂતી આવે છે. આમ તો લોકો ઈંડાથી જુદી-જુદી ડિશેજ બનાવીને ખાવુ પસંદ કરે છે. પણ આજે અમે તમારા માટે ખાસ 15 મિનિટમાં તૈયાર થતી બેક્ડ એગની રેસીપી લઈને આવ્યા છે તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત- 
 
સામગ્રી 
ઈંડા- 4 
ડુંગળી 2 સમારેલા 
ટમેટા -2 સમારેલા 
કાળી મરી પાઉડર- 1/2 નાની ચમચી 
શિમલા મરચાં - 1 સમારેલી 
લીલાં મરચાં - 1 સમારેલી 
તેલ જરૂર પ્રમાણે 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
વિધિ 
 
- એક બાઉલમાં ઈંડા ફેંટી લો. 
- હવે તેમાં તેલ મૂકી બધી સામગ્રી મિક્સ કરો. 
- માઈક્રોવેવ સેફ કપ કે વાસણને તેલથી ગ્રીસ કરો. 
- હવે તૈયાર મિશ્રણને વાસણમાં નાખી માઈક્રોવેવમાં 10 મિનિટ સુધી બેક કરો. 
- નક્કી સમય પછી ઈંડા ટૂથ પિકથી ચેક કરો. 
- જો આ ઠીકથી નથી રાંધ્યુ તો તેને થોડીવાર વધુ રાંધી લો. 
- તૈયાર બેક્ડ એફને લીલા કોથમીરથે ગાર્નિશ કરીને ગર્માગરમ ખાવાના મજા લો.