ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (17:38 IST)

બિહારી રેસીપી - ચોખા(બટાકાનુ ભડથું)

બટાકાનુ ભડથું ઉત્તર ભારતની જાણીતી રેસીપી છે અને બિહારમાં તેને ચોખાના નામથી ઓળખવામાં આવે છે. દાળ ચોખા સાથે તેનો સ્વાદ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે જ લંચ કે ડિનરમાં ટ્રાઈ કરો આ રેસીપી... 
સામગ્રી - 6 બાફેલા બટાકા, 2 ડુંગળી ઝીણી સમારેલી, 1 ટામેટુ ઝીણુ સમારેલુ, 2 લીલા મરચા ઝીણા સમારેલા, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1/2 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી સમારેલા લીલા ધાણા, મીઠુ સ્વાદમુજબ. 
 
વધાર માટે - 1 સૂકુ લાલ મરચુ, 4-5 કળી લસણ ઝીણું સમારેલુ, 1 ચમચી ઘી. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક બાઉલમાં બટાકાને મેશ કરો અને તેમા સમારેલી ડુંગળી, ટામેટા અને લીલા મરચા નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેમા મીઠુ લાલ મરચુ અને ગરમ મસાલા પાવડર નાખીને મિક્સ કરો. હવે એક પેનમાં ઘી નાખીને ગરમ કરો અને પછી તેમા આખુ લાલ મરચુ તોડીને અને સમારેલુ લસણ ફ્રાઈ કરી લો. આ તડકાને તૈયાર ભડથામાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. બટાકાનુ ભડથું તૈયાર છે. સમારેલા લીલા મરચાથી સજાવીને દાળ-ભાત સાથે સર્વ કરો.