શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2017 (23:06 IST)

દુધીના ઢેબરા

સામગ્રી: 750 ગ્રામ બાજરીનો લોટ, 3 વાટકી દુધીનું છીણ, 3 લીલા મરચા, 1/2 વાટકી કોથમીર, 3 ચમચા તલ, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી હળદર, 3 ચમચી ધાણાજીરું, મીઠું, 2 વાટકી ખાટી છાસ,, 3 ચમચી લસણ, લાલ મરચા પાઉડરની પેસ્ટ, તેલ
રીત: સૌ પ્રથમ એક બાઉલમાં એક વાટકી છાસ લઇ તેમાં લસણની પેસ્ટ મિક્ષ કરવી. હવે એક મોટા વાસણમાં લોટ લઇ તેમાં તેલ અને છાસ સિવાયની બધી સામગ્રી ઉમેરવી. તેમાં છાસમાં મિક્ષ કરેલ લસણ મરચું ઉમેરવું અને બીજી છાસ હળવે હળવે ઉમેરતા જવું અને મિક્ષ કરતા જવું. લોટ સોફ્ટ રાખવાનો.  હવે તેલ ગરમ કરવા મૂકી હાથ તેલ વાળો કરી નાના નાના ઢેબરા થેપી લેવા. મીડીયમ તાપે ગોલ્ડન તળી લેવા. અથવા તેને ભાખરીની જેમ વણીને તવા પર સેકી લો  ચા, દહીંની ચટણી અથવા સોસ જોડે સારા લાગે છે. તૈયાર છે દુધીના ઢેબરા.