ટેસ્ટી ગુજરાતી રેસીપી - ગ્રીન રાઈસ

green pulao
Last Updated: બુધવાર, 18 નવેમ્બર 2015 (16:05 IST)
 
સાદો ભાત ખાઈને કંટાળી ગયા છો તો બનાવો ગ્રીન અને ટેસ્ટ રાઈસ 
 
સામગ્રી - પાલક 200 ગ્રામ, બાફેલા ચોખા 2 કપ, આદુ અને લસણનું પેસ્ટ એક ચમચી, લીલુ મરચુ એક, કસૂરી મેથી એક નાની ચમચી,  લીંબૂનો રસ બે નાની ચમચી, માખણ બે મોટી ચમચી, મીઠુ સ્વાદમુજબ. 
બનાવવાની રીત - સૌ પહેલા પાલક ધોઈને સાફ કરી લો. તેને મિક્સરમાં દરદરી વાટી લો. પેનમાં માખણ ગરમ કરીને તેમા સમાર્લ મરચા અને આદુ-લસણનું પેસ્ટ નાખીને બે મિનિટ પકવા દો. હવે તેમા દરદરી વાટેલી પાલકની પેસ્ટ નાખીને ધીમા તાપ પર પાંચ મિનિટ માટે થવા દો. હવે તેમા મીઠુ, કસૂરી મેથી અને બાફેલા ચોખા નાખીને સારી રીત મિક્સ કરો. અંતમાં લીંબૂનો રસ મિક્સ કરી ગેસ બંધ કરી દો. તૈયાર ગરમા ગરમ સર્વ કરો. 


આ પણ વાંચો :