સોમવાર, 3 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (15:14 IST)

રાંધણ છઠ સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી

gujarati patra recipe
પાત્રા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો.  આ બહુ વધારે પૌષ્ટિક હોય છે.
 
કેટલા લોકો- 4 માણસ માટે 
તૈયારીમાં સમય- 10 મિનિટ 
રાંધવામાં સમય- 25 મિનિટ 
 
સામગ્રી- 
10 નંગ અળવીના પાન
પેસ્ટ માટે - 
3 કપ ચણાનો લોટ
1  ચમચી આદુમરચાની પેસ્ટ
1  ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ 
1 લીંબુ
2  ચમચી તેલ 
વઘાર માટે - 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ  , કોથમીર 
 
વિધિ- સૌથી પહેલા એક વાડકામાં પેસ્ટ માટે
 
 
તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ગોળ  ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .પછી એને સાઈડમાં મૂકી દો. 
 
પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. 
પાનના ઠૂંઠાને કાપી દો. 
 
હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો અને પૂરા પાન પર ફેલાવો. 
 
આ રીતે એક બીજું પાન રાખો પછી એના પર પેસ્ટ લગાડો. 
પછી આ રીતે ત્રીજા પાન રાખો અને પેસ્ટ લગાડો. 
પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે 
 
 
અને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. 
પછી તાપને બંદ કરી કાઢી લો. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી  લો. 
 
હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. 
હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.