મંગળવાર, 22 જુલાઈ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 22 જુલાઈ 2025 (17:12 IST)

Dasha Mata Aarti Lyrics - હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી

Dashamani Aarti
હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે 
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
 
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
 
તારા ચરણોનો હું તો દાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હા નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
હો નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
સૌના મનડાની પુરો આશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
 હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
ભક્તોને પુરો છે વિશ્વાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
એને ના કરતી તું નિરાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હો  ખમ્મા ખમ્મા હો અંબેમાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો હેતે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે