શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (17:53 IST)

શુ તમે આ રીતે બનાવ્યા છે ભરેલા મરચાં ?

સામગ્રી - બસો ગ્રામ ભાવનગરી મરચાં, એક નંગ કેપ્સીકમ, સો ગ્રામ શિંગદાણા, અડધો કપ તાજું નાળિયેરનું ખમણ, એક આદુનો ટુકડો, ત્રણ લીલાં મરચાં ઝીણાં સમારેલા, ત્રણ બટાકાની લાંબી ચીર, બે કપ નાળિયેરનું દૂધ, બે ચમચી આમલીનો રસ, એક ચપટી હિંગ, તેલ જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, મરચું, તજ, લવિંગ, -મરીના દાણા
 
બનાવવાની રીત- સૌપ્રથમ બટાકાને મીઠું લગાવી રાખવા. ભાવનગરી મરચામાં એક કાપ કરી બી કાઢી લેવા અને મીઠું લગાવી રાખવા. કેપ્સીકમ ટુકડાં મીઠું લગાવી રાખવાં. તેલ ગરમ થાય કે હિંગ નાંખવી તેમાં બટાકા નાંખવાં, મીઠું નાંખવું. સતત હલાવીને સીઝવા દેવા. શિંગદાણાને શેકી ફોતરાં કાઢી ફ્રાય કરી નાળિયેરનું ખમણ, મીઠું, આદુ મરચાં નાંખી મિક્સ કરવું. એક ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી મરચાં ભરવાં. સીઝી રહેલાં બટાકામાં કેપ્સીકમ નાખી દેવા. કાણા મરી-તજ-લવિંગની પેસ્ટ નાંખી નાળિયેરનું દૂધ નાંખવું. બરાબર એકરસ થાય ત્યારે ભરેલા મરચાં નાંખવા. છેલ્લે આમલીની પ્યોરી નાંખી ગરમ-ગરમ સર્વ કરવું.