મેથીની પૂરી

methi puri
Last Modified શનિવાર, 2 જાન્યુઆરી 2016 (16:39 IST)

સામગ્રી - એક કપ ઘઉંનો લોટ, બે ચમચી તલ, એક ટેબલ સ્પૂન રવો, 1.2 ટી સ્પૂન લાલ મરચુ, 1/3 ચમચી હળદર, 1/3 કપ તાજી મેથીના પાન, તળવા માટે તેલ, મીઠુ સ્વાદમુજબ, પાણી.

બનાવવાની રીત -
-. એક પહોળા મોઢાના વાસણમાં તમે ઘઉંનો લોટ, રવો, તલ, લાલ મરચુ, હળદર પાવડર. કપાયેલી તાજી મેથી 3 ટેબલસ્પૂન તેલ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો.

-. તેમા પાણી નાખીને લોટ બાંધી લો. લોટને 10-15 મિનિટ ઢાંકી રાખો.
- આ લોટૅને 16 નાના ભાગમાં વહેંચીને તેના ગોળ લૂઆ બનાવો.
- દરેક લોઈની એક નાની પૂરી વણીને તેમા ચપ્પુ કે કાંટાની મદદથી કાણુ પાળી દો.
- એક કડાહીમાં ધીમા તાપ પર તેલ ગરમ કરીને તેમા એકવારમાં 3-4 પૂરી ત્યા સુધી તળો જ્યા સુધી તેનો રંગ હલકો સોનેરી ન થઈ જાય.
- એક પેપર પર પુરી મુકીને તેલ શોષી લો. હવે મેથી પુરી તૈયાર છે. ગરમાગરમ પીરસો.


આ પણ વાંચો :