બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

સ્વાદમાં લાજવાબ કુરકુરા મગની દાળના ડોસા

મગદાળના ઢોસા ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય છે.  તેને તમે રોજ ખાવામાં કે નાસ્તામાં સહેલાઈથી બનાવી શકો છો. તો આવો જાનીએ કેવી રીતે બનાવાય છે મગની દાળના ડોસા. 
સામગ્રી - 1/2 કપ મગ દાળ, ડુંગળી એક મીડિયામ, લીલા ધાણા - ઝીણા સમારેલા, મીઠુ સ્વાદ મુજબ. લીલા મરચા -1. 
 
બનાવવાની રીત - છાલટાવાળી મગની દાળને પાણીમાં 3-4 કલાક પલાળી દો.  હવે દાળને સારી રીતે મસળીને છાલટા કાઢી નાખો અને સાધારણ કકરી વાટી લો.  તેમા લીલા મરચા અને જરૂર મુજબ પાણી નાખીને વાટી શકાય છે.  મિશ્રણને એક મોટા વાસણમાં કાઢી લો. 
 
હવે આ મિશ્રણમાં મીઠુ, ડુંગળી અને લીલા ધાણા નાખીને મિક્સ કરી લો. મિશ્રણ ન તો વધુ પાતળુ હોય કે ન તો વધુ ઘટ્ટ હોવુ જોઈએ. ઢોસા બનાવવા માટે નોનસ્ટિક તવો ગેસ પર મુકો. હળવો ગરમ થતા તેમા થોડુ તેલ નાખો અને ફેલાવો. હવે તેના પર થોડુ મગની દાળનુ ખીરુ નાખીને ફેલાવો. ઢોસાને ગોલ્ડન બ્રાઉન થતા સુધી સેકવા દો. બધા ડોસા આ રીતે બનાવીને તૈયાર કરી લો.