શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By

Eid Special Recipe - બટર ચિકન બિરયાની

બિરયાની ખાવી કોને પસંદ નથી હોતી. તેને બનાવવાની જુદી જુદી રીત છે અને જો તેને યોગ્ય રીતે ન બનાવાય તો તેનો સ્વાદ એકદમ બેકાર લાગે છે. આજે અમે Webdunia પર બતાવીશુ પરફેક્ટ બટર ચિકન બિરયાની બનાવવાની વિધિ 
જરૂરી સામગ્રી - ચિકન બનાવવા માટે 250 ગ્રામ બોનલેસ ચિકન, 
1 મોટી ચમચી લસણની પેસ્ટ, 
1 મોટી ચમચી આદુની પેસ્ટ, 
1 કપ દહી, 
અડધો કપ કાજૂ પેસ્ટ,
1 મોટી ચમચી લાલ મરચુ પાવડર, 
1 મોટી ચમચી ઘાણા પાવડર, 
1 નાની ચમચી ગરમ મસાલો, 
એક ચમચી ખાંડ. 
1 કપ ટોમેટો પ્યુરી 
1 કપ ફ્રાઈડ ડુંગળી 
મીઠુ સ્વાદમુજબ 
1 કપ ઝીણા સમારેલા ધાણા 
1 કપ ઝીણો સમારેલો ફુદીના 
2 મોટી ચમચી ઘી 
2 લવિંગ 
1 તજ 
 
ભાત બનાવવા માટે - 1 બટાકુ (પાતળુ ગોળ કાપેલુ) 4 કપ પલાળેલા બાસમતી ચોખા, 2 મોટી ચમચી ફ્રાઈડ ડુંગળી, 2 મોટી ચમચી કોથમીર, 1 મોટી ચમચી ક્રીમ, 2 મોટી ચમચી કેસરવાળુ દૂધ 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક વાસણમાં ચિકન બનાવવાની બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપ પર એક હાંડીમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થતા જ લવિંગ અને તજ તેમજ ચિકનનુ તૈયાર મિશ્રણ નાખીને સારી રીતે હલાવો અને ઢાંકીને 5 થી 10 મિનિટ મુકીને થવા દો. હવે તાપ બંધ કરી દો. 
- હવે એક બીજા ધીમા તાપ પર એક હાંડીમાં ઘી ગરમ કરવા માટે મુકો. 
- ઘી ગરમ થતા જ બટાકાના પીસ સમાન રૂપે મુકી દો. 
- બટાકા ઉપર થોડા ચોખા ફેલાવો અને ઉપરથી ફ્રાઈડ ડુંગળી પણ નાખી દો. 
- હવે ચોખા ઉપર 1 મોટી ચમચી કોથમીર અડધુ બફાયેલુ ચિકન, ક્રીમ અને ફરી થોડા ચોખા નાખો. 
- છેવટે કેસરવાળુ દૂધ, બચેલા ધાણા અને ફ્રાઈડ ડુંગળી નાખો. 
- ત્યારબાદ એક નાની વાડકીમાં ફોયલ પેપર લગાવો અને તેમા ચારકોલ, ઘી અને લવિંગ નાખીને ચોખાની વચ્ચો વચ્ચ મુકી દો. 
- હવે હાંડીને ઢાકીને ચોખાને 20-25 મિનિટ સુધી પકવો. 
- ગરમાગરમ બટર ચિકન બિરયાની તૈયાર છે. લીલા ધાણાની ચટની અને રાયતા સાથે સર્વ કરો.