શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ચીઝ સેંડવિચ

સામગ્રી - 4 બ્રેડ સ્લાઈસ, 1/4 કપ છીણેલુ ચીઝ, 1 ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી, 1 ટેબલ સ્પૂન સમારેલા ટામેટા, સ્વાદમુજબ મીઠુ, 2 ટી સ્પૂન બટર, 1 ટેબલ સ્પૂન લીલી ચટણી.

બનાવવાની રીત - ચીઝમાં લીલી ચટણી, મીઠુ સારી રીતે મિક્સ કરો. એક બ્રેડ સ્લાઈસ લો. તેના પર ચીઝ સારી રીતે ચોપડો. તેના પર ડુંગળી, ટામેટા નાખો. ઉપરથી બીજી બ્રેડ સ્લાઈસ મુકો. આ રીતે એક વધુ સેંડવિચ બનાવી લો. તેને બટર લગાવીને ટોસ્ટરમાં સેકી લો. ગરમા ગરમ ચીઝ સેંડવિચ ટોમેટો સોસ સાથે સર્વ કરો.