શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 28 માર્ચ 2017 (17:08 IST)

બટાકાના પાપડ(see video)

સામગ્રી - બટાકા 1 કિગ્રા, મીઠુ સ્વાદમુજબ, જીરુ એક ટેબલ સ્પૂન, લાલ મરચુ અડધી ચમચી, તેલ 2 ટેબલ સ્પૂન. 
બનાવવાની રીત - બટાકાને ધોઈ લો. કુકરમાં પાણી નાખીને બટાકાને નરમ થતા સુધી બાફો. ગેસ બંધ કરીને કૂકર ઠંડુ થવા દો.  બટાકા ઠંડા થયા પછી બટાકાને છોલી લો અને મસળી લો. 
 
- મસળેલા બટાકામાં મીઠુ અને લાલ મરચું નાખો. જીરુ નાખીને હાથમાં તેલ લગાવીને સારી રીતે મસળી લો અને ગૂંથેલા લોટની જેમ મિશ્રણ તૈયાર કરો. 
 
- હવે મિશ્રણના ગોલ લીંબાના આકારના લૂઆ બનાવી લો. એક કીલો બટાકાના લગભગ 20-25 લૂઆ બનશે. બધાને ગોલ કરીને અને તેલ લગાવીને એક થાળીમાં મુકી દો. 
 
- બટકાનાના પાપડ વણવા માટે બે નાની પારદર્શક પોલીથિન શીટ અને પાપડ સુકવવા માટે એક મોટી પોલિથિન શીટ જોઈએ. 
 
- મોટી પોલિથિન શીટ તાપમાં જમીન પર પાથરી શકો છો. 
 
-પાપડ વણવા માટે પારદર્શક પોલિથિનના ટુકડા લો. 
 
- ચકલા પર એક પોલિથિનના ટુકડાને પાથરો અને તેના પર થોડુ તેલ લગાવી લો. પછી બટાકાનો એક લૂઓ મુકો અને શીટના બીજા ટુકડાને બટાકાના લૂઆ પર મુકો. પાપડ બનાવવા માટે લૂઆ પર હલકા હાથે વેલન ફેરવી પાપડનો શેપ આપી શકો છો અથવા હાથ વડે થાપીને પણ પાપડ બનાવી શકો છો.  કે પછી કોઈ પ્લેટથી દબાવીને પણ પાપડનો ગોળ શેપ આપી શકો છો. 
 
- હવે પાપડને તાપમાં પોલિથિન શીટ પર સુકવી દો. 
 
- 3-4 કલાક પછી જ્યારે બટાકાના પાપડ થોડા સુકાય જાય તો તેને ઉલટાવી દો. 
 
- પાપડ સૂકાય જાય ત્યારે તેને કોઈ ડબ્બામાં ભરી લો. બટાકાના પાપડ શેકીને, તળીને કે માઈક્રોવેવમાં સેકીને પણ ખાઈ શકો છો.