ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 17 માર્ચ 2015 (17:40 IST)

હેલ્દી ફ્રુટ સેંડવિચ

સામગ્રી- બ્રેડ સ્લાઈસ -છ, કેળા -બે ,દાડમના દાના- બે ચમચી, સફરજન -એક , પાઈનેપલ જૈમ- અડધી કપ ,સંચણ સ્વાદપ્રમાણે, ચાટ મસાલા - એક ચમચી , કાળી મરી પાવડર - એક ચમચી, માખણ અડધી કપ, સ્ટ્રાબેરી ત્રેણ ચાર 
 
બનાવવાની રીત - બ્રેડ સ્લાઈસને ચારે બાજુથી કાપી લો. એક સ્લાઈસ પર એક સાઈડ બટર લગાવી અને બીજી સ્લાઈસ પર એક તરફ પાઈનેપલ જેમ લગાડી બધી સ્લાઈસ તૈયાર કરી લો. પ્લેટ પર બ્રેડ સ્લાઈસ મુકી, પછી જેના પર  બટર લગાવ્યુ છે એ  સ્લાઈસ તેના પર બધા ફળની સ્લાઈસ કાપી લગાવી દો. પછી તેના પર સંચળ , ચાટ મસાલા અને કાળી મરી પાવડર નાખી હવે પાઈનેલપલ જેમ લગાવેલ સ્લાઈસને બીજી સ્લાઈસથી ઢાકી દો . 
 
નોટ - તમે તમારા પસંદગીના ફળોનો ઉપયોગ પણ કરી શકો છો .