રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (00:38 IST)

Healthy Breakfast - ચટપટા ચીલી અપ્પે રેસિપી

chilly appe
ઈડલી બેટર- 2 કપ 
શિમલા મરચા-2 
કોથમીર -2 ટેબલ સ્પૂન 
આદું- 1 ઈંચ ટુકડો 
ટોમેટો સૉસ- 2 ટેબલ સ્પૂન 
સોયા-સોસૅ- 1/2 નાની ચમચી 
ચિલ્લી સૉસ - 1/2 નાની ચમચી 
સિરકો- 1 નાની ચમચી 
લાલ મરચા પાવડર -1/4 નાની ચમચી 
 
વિધિ- ઈડલીના ખીરામાં 1/4 નાની ચમચી મીઠું નાખી મિકસ કરી લો. અપ્પમ મેકરને ગરમ કરો. અને એના દરેક સાંચામાં તેલ નાખતા રહો. ચમચાથી મિશ્રણ લો અને દરેક સંચામાં ઈડ્લીનું ખીરું નાખતા રહો. બધા ખાના ભરી જતા 2 મિનિટ માટે ઢાકીને ધીમા તાપે પકવા દો. નીચેથી હળવા બ્રાઉન થતા સેકી લો હવે એને પલટી દો. અપ્પમને બન્ને તરફથી હળવા બ્રાઉઅન થતા સેકી લો. 
 
શેકેલા અપ્પનને કાઢી લો. 
 
શિમલા મરચાને બારીક સમારી લો . કડાહીમાં તેલ ગરમ કરો ગરમ તેલમાં આદું અને શિમલા મરચા નાખી એને ધીમા તાપે ઢાકીને 1 મિનિટ માટે પકાવી લો . હવે એને ટોમેટો સોસ ,મીઠું,  ચિલ્લી સૉસ, સિરકા ,સૉયા સૉસ ,લાલ મરચા પાવડર ,નાખી બધાને મિકસ કરી લો . 
 
હવે એમાં અપ્પમ નાખી સારી રીતે મિક્સ કરો અને થોડી ક્ર્સ્ડ કરેલી કાળી મરી નાખો. ચિલ્લી અપ્પમ તૈયાર છે એને પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ -ગરમ પીરસો. 
 
( નોટ- જો તમે ડુંગળે લસણ પસંદ હોય તો શિમલા મરચા નાખતા સમય નાખી તમે ઉપયોગ કરી શકો છો.)