શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (16:59 IST)

ઈંડિયન સ્ટાઈલમાં બનાવો - મશરૂમ કરી

આમ તો  ભારતીય રસોઈમાં મશરૂમથી અનેક વસ્તુઓ બને છે. લોકો પિઝ્ઝા, બર્ગરની ટોપિંગમાં પણ મશરૂમ ખાવુ પસંદ કરી રહ્યા છે પણ તેનો અસલી સ્વાદ મશરૂમ કરીમાં છે એ પણ ઈંડિયન સ્ટાઈલમાં બનનારી મશરૂમ કરીમાં. 
 
જરૂરી સામગ્રી -  
 
2 કપ મશરૂમ 
1 કપ ટુકડામાં સમારેલી ડુંગળી 
અડધો કપ સમારેલા ટામેટા 
એક ઈંચ આદુનો ટુકડો 
4 લસણની કળી 
10 બદામ ગીરી 
3 મોટી ચમચી તેલ 
1/4 નાની ચમચી હળદર પાવડર 
2 તમાલપત્ર 
3 લીલી ઈલાયચી 
એક ઈંચ તજનો ટુકડો 
1 નાની ચમચી લાલ મરચા પાવડર 
1 નાની ચમચી ગરમ મસાલા 
1/2 નાની ચમચી ધાણા જીરુ 
1/2 નાની ચમચી કસૂરી મેથી 
સ્વાદ મુજ મીઠુ 
સજાવટ માટે 
સમારેલા લીલા ધાણા 
ફ્રેશ ક્રીમ 
બનાવવાની રીત - સૌ પહેલા મીડિયા તાપ પર પેન મુકો. તેમા ડુંગળી, ટામેટા, લસણ નાખીને 4-5 મિનિત સુધી તેજ તાપ પર ચલાવી લો. 
- તાપ બંધ કરીને ઠંડુ કરી લો. 
- ત્યારબાદ મિક્સર જારમાં કે સિલબટ્ટા પર તળેલી સામગ્રી આદુ અને બદામ નાખીને વાટીને પેસ્ટ બનાવી લો. 
- જો પેસ્ટ વધુ ઘટ્ટ હોય અને વાટવામાં તકલીફ પડે તો તેમા થોડુ પાણી નાખીને વાટી લો. 
- મીડિયમ તાપ પર એક કડાહીમાં તેલ નાખીને ગરમ થવા માટે મુકો. 
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા તમાલપત્ર ઈલાયચી અને તજ નાખીને સેકો 
- જ્યારે સુગંધ આવે તો ત્યારે તૈયાર પેસ્ટ નાખીને હલાવો.. ગેસ ફાસ્ટ રાખો  
- આ પેસ્ટને સાંતળવા માટે 10-15 મિનિટ લાગશે 
- જ્યા સુધી પેસ્ટ તૈયાર થઈ રહ્યુ છે મશરૂમ ભીના કપડાથી લૂછીને ટુકડામાં કાપી લો 
- જ્યારે પેસ્ટ તેલ છોડવા માંગે ત્યારે તેમા હળદર ગરમ મસાલો લાલ મરચુ અને ધાણાજીરુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- 1-2 મિનિટ સેક્યા પછી મસાલામાં મશરૂમ અને મીઠુ નાખી દો. 
- તેને 2-3 મિનિટ સેકાયા તેમા એક કપ ગરમ પાણી નાખીને ઉકાળો 
- જ્યારે તે સારી રીતે ઉકળી જાય ત્યારે તેમા કસૂરી મેથી નાખીને 203 મિનિટ થવા દો અને ગેસ બંધ કરી દો.  સર્વ કરતી વખતે તેમા સમારેલા ધાણા અને થોડુ ક્રીમ નાખી દો.