ગુજરાતી રેસીપી - બાજરીનો ટેસ્ટી રોટલો

bajra roti
Last Modified બુધવાર, 23 નવેમ્બર 2016 (17:27 IST)
 
ઘઉ અને મેંદાની રોટલી તો આપણે કાયમ ખાઈએ છીએ તો આ વખતે કંઈક નવુ ટ્રાય કરીએ. ઘરે જ બનાવીએ ગુજરાતની સ્પેશલ ડિશ જેનુ નામ છે બાજરીનો રોટલો 
સામગ્રી - 2 કપ બાજરીનો લોટ, ત્રણ ચોથાઈ કપ બાફીને મસળેલા બટાકા, 1/4 કપ છીણેલુ તાજુ નારિયળ, 2 ચમચી આદુ અને લીલા મરચાનુ પેસ્ટ,  2 મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા,  1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી આમચૂર પાવડર, મીઠુ સ્વાદ મુજબ, ઘી કે બટર રોટલા પર લગાવવા માટે... 
 
બનાવવાની રીત - લોટને ચાળીને એક મોટા વાસણમાં કાઢો. હવે લોટમાં બાફેલા બટાકા. ડુંગળી, આદુ, લીલા મરચાનું પેસ્ટ, સમારેલા લીલા ધાણા, ગરમ મસાલો, આમચૂર અને મીઠુ નાખીને પાણીથી મુલાયમ લોટ બાંધી લો. 
 
લોટનો એક લૂઓ લઈને રોટલી વણી લો પછી ગરમ તવા પર નાખીને બંને બાજુથી ઘી કે બટર લગાવી સોનેરી સેંકી લો. 
આ જ રીતે સેકીને બધી રોટલી બનાવી લો.  ગરમાગરમ બાજરાના રોટલાને લસણની ચટણી સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :