તવા પર બનાવો બ્રેડ પિજ્જા

bread pizza
Last Modified ગુરુવાર, 23 માર્ચ 2017 (16:42 IST)
 
કંઈક નવુ ખવડાવીને બાળકોને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો ખવડાવો બ્રેડ પિજ્જા. આ યમી અને ઝટપટ બનનારી ડિશ તેમને જરૂર ભાવશે. જાણો તેને કેવી રીતે બનાવશો.. 
સામગ્રી - 6 બ્રેડ સ્લાઈસ બ્રાઉન અથવા વ્હાઈટ 
અડધો કપ સ્વીટ કોર્ન, બાફેલા બટાકા, એક શિમલા મરચુ ઝીણી સમારેલી.  એક ડુંગળી ઝીણી સમારેલી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, 5 નાની ચમચી માખણ, એક કપ મોજરેલા ચીઝ છીણેલુ, એક ચોથાઈ નાની ચમચી કાળા મરીનો પાવડર,  6 ચમચી પિઝ્ઝા ટોમેટો સોસ, મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા બ્રેડની સ્લાઈસ પર માખણ લગાવી લો પછી તેના પર ટોમેટો પિઝ્ઝા સોસ લગાવી લો. 
-ત્યારબાદ તેના પર શિમલા મરચુ, ટામેટા અને ડુંગળી નાખી દો. 
- પછી તેના પર સ્વીટ કોર્ન, કાળા મરીનો પાવડર અને મીઠું છાંટી દો. ત્યારબાદ ચીઝ નાખો. 
- આટલી તૈયારી કર્યા પછી એક નોનસ્ટિક તવાને ધીમા તાપ પર ગરમ કરી 1 થી બે ચમચી માખણ લગાવો. જ્યારે માખણ ગરમ થઈ જાય ત્યારે તાપ ધીમો કરી દો અને તવા પર જેટલી બ્રેડ આવી જાય એટલી મુકી દો. 
- ત્યારબાદ તવાને એક પ્લેટથી ઢાંકી દો અને લગભગ 5 મિનિટ સુધી પકવો. 
- વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને જોતા રહો. 
- જ્યારે શિમલા મરચુ નરમ થઈ જાય અથવા બ્રેડ કુરકુરી થઈ જાય તો પિજ્જાને તવા પરથી કાઢી લો. 
- બ્રેડ પિઝ્ઝા તૈયાર છે. તેને પ્લેટ પર કાઢીને ટોમેટો સોસ સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :