શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2016 (14:41 IST)

જો બાંધેલો લોટ ખાટો થઈ જાય તો

જો લોટ ખાટ્ટો થઈ જાય તો તેને ફેંકવાને બદલે કંઈક શાનદાર ડિશ બનાવી શકાય છે. વેબદુનિયા તમને બતાવી રહ્યુ છે શાનદાર ડિશ જે આ લોટમાંથી બની શકે છે. 
 
- જો બાંધેલો લોટ થોડો ખાટ્ટો થઈ જાય તો તેને ખરાબ ન સમજવો જોઈએ. થોડુ ખમીર ઉઠવાથી પૌષ્ટિકત ઓછી થતી નથી પણ વિટામીન બી નું ઉત્પન્ન થાય છે. 
- ખાટા લોટની થોડી જાડી કુરકુરી રોટલી હળવા તાપ પર સેંકીને ઘી લગાવીને ખાઈ શકો છો. કે મીઠુ મરચુ મિક્સ કરીને પરાઠા પણ બનાવી શકો છો. 
- ખાટા લોટમાં થોડુ ખમીર મિક્સ કરીને થોડા સમય માટે મુકી દો પછી તેને બેકિંગ ટ્રેમાં મુકીને તેની બ્રેડ બનાવી શકો છો. 
- ખાટા લોટથી જલેબી પણ તૈયાર કરી શકો છો. આ માટે લોટમાં જરૂર મુજબ પાણી અને જરૂર પુરતુ ખમીર નાખીને આખી રાત રહેવા દો. 
- ખાટા લોટમાંથી તમે ઢોસા પણ બનાવી શકો છો. 
- આમાંથી તમે લોટની નાન પણ બનાવી શકો છો.