ઝટપટ બનનારુ આમળાનું અથાણું

awala achar
Last Modified શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (14:28 IST)

આમળા આરોગ્ય ગુણોથી ભરપૂર થાય હોય છે. પણ ખાટા પણ હોય છે. તેને કોરુ ખાવુ દરેક કોઈ માટે શક્ય નથી થઈ શકતુ. જો તમે આમળાનો મુરબ્બો પણ બનાવશો તો તેમને પણ ખૂબ માથા પચ્ચી અને સમય લાગે છે. પણ તમે ફટાફટ એક
વધુ વસ્તુ બનાવી શકો છો. આમળાનુ અથાણુ. તો આવો જાણીએ ફટાફટ આમળાનું અથાણું બનાવવા માટેની રીત...

સામગ્રી - આમળા - 500 ગ્રામ, લસણ-ચાર કળી, મરચા-10થી 12, સરસવના દાણા-બે ચમચી(પાવડર)
મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - આમળાને કુકરમાં બે સીટી આવતા સુધી બાફી લો. ત્યારબાદ આમળામાંથી બીયા અલગ કરી લો. હવે એક મિક્સરમાં લસણ અને મરચાને દરદરા વાટી લો. હવે ધીરે ધીરે આમળામાં બધી સામગ્રી મિક્સ કરી લો. ફટાફટ બનનારુ આમળાનું અથાણું તૈયાર છે. તેને તમે તરત જ ખાઈ શકો છો.


આ પણ વાંચો :