વેબદુનિયા રેસીપી- ચાની સાથે મજેદાર લાગશે કાજૂ કોથિંબરી વડી
કાજૂ કોથંબિર વડી એક મહારાષ્ટ્રીયન પકવાન છે. જે ચણા ના લોટ, કાજૂ અને થોડા મસાલાને મિક્સ કરી બનાવાય છે. તે સ્નેક્સમાં પણ ખાઈ શકીએ છે અને તેનો શાક પણ બનાવાય છે.
એક કપ ચણાનો લોટ
અડધા કપ કાજૂના ટુકડા
અડધી ચમચી હળદર પાઉડર
અડધી ચમચી લાલ મરી પાઉડર
બે લીલાં મરચાં
એક ચમચી કોથમીર
મીઠું સ્વાદપ્રમાણે
તળવા માટે તેલ
બે કપ પાણી
વિધિ
- કાજૂ કોથંબિર વડી બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાડકામાં ચણાનો લોટ, કાજૂના ટુકડા, હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર મિક્સ કરો.
- હવે લીલાં મરચાં, કોથમીર, મીઠું, પાણી નાખી ખીરું તૈયાર કરી લો.
- હવે મધ્યમ તાપ પર એક કડાહી ગરમ થવા માટે મૂકો.
- કડાહી ગર્મ થતાં તેમાં તૈયાર ખીરું નાખી જ્યારે સુધી રાંધવું જ્યારે સુધી એ ઘટ્ટ થઈને જમી ન જાય.
- હવે તાપ બંદ કરી નાખો. મિશ્રણને કાઢી એક પ્લેટમાં સમાન પથારી ને ઠંડું કરી લો.
- મિશ્રણ ઠંડુ થયા પછી તેને મનપસંદ આકારમાં કાપીલો.
- મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- તેલ ગર્મ થતા જ તેમાં કાજૂ કોથંબરી વડીને બન્ને સાઈડથી સોનેરી થયા સુધી ડીપ ફ્રાઈ કરી લો.
- તૈયાર છે કાજૂ કોથંબરી વડી.