નાસ્તામાં બનાવો ઝટપટ રવા-બેસનના ચીલા

rawa besan chilla
Last Updated: સોમવાર, 20 માર્ચ 2017 (17:14 IST)
 
બેસન રવાના ચીલા ઝટપટ રેસીપી છે. તેને તમે નાસ્તામાં બનાવી શકો છો. તેમા તેલની માત્રા પણ ખૂબ ઓછી રહે છે તેથી તે જલ્દી હજમ થઈ જાય છે.  આવો જાણીએ તેને બનાવવાની રીત
સામગ્રી - રવો એક કપ, બેસન - એક કપ, દહી - એક કપથી થોડુ ઓછુ, શિમલા મરચુ - એક ઝીણું સમારેલુ, લીલા મરચા - 1-2 ઝીણા વાટેલા, આદુ - 1 ટુકડો, લીલા ધાણા - એક વાડકી. મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - દહીમાં 2 કપ પાણી મિક્સ કરીને ફેંટી લો. હવે રવો અને બેસનને કોઈ વાસણમાં કાઢી લો અને તેમાંફેંટેલુ દહી નાખી દો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગાંઠ ન પડે. હવે તેમા મીઠુ નાખીને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણમા શિમલા મરચુ, લીલા મરચા, આદુ અને લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરો.  
 
હવે તવા પર થોડુ તેલ નાખો અને તવાને ચિકણો બનાવો. હવે મિશ્રણને તવામાં નાખીને ફેલાવો. હવે ગેસ ધીમી કરી લો. નાની ચમચીથી તેલ લઈને ચીલાના ચારે બાજુ નાખો. ચીલાને બ્રાઉન થતા સુધી સેકો. તમારા ચીલા તૈયાર છે. ગરમા ગરમ ચીલા ચટણી કે સોસ સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :