ચટપટો નાસ્તો - મટર ચાટ

matar chaat recipe
 
સ્નેક્સમાં કંઈક નવુ ટ્રાય કરવા માંગો છો તો બનાવો ચટપટી મટર ચાટ. આ ઋતુમાં તો આની મજા જ કંઈક વધી જશે. 
સામગ્રી - 2 કપ સૂકા વટાણા, 3 બટાકા, 1 ડુંગળી ઝીણી સમારેલી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, 2 લીંબુ, અડધી નાની ચમચી બેકિંગ સોડા, 1 ચપટી હિંગ, 1 કપ આમલીની ચટણી, 1 કપ લીલી ચટણી, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સંચળ, 1 ચમચી જીરુ, મીઠુ સ્વાદમુજબ, 2 ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા, સજાવવા માટે સેવ, 2 ચમચી તેલ, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણાજીરુ, 1/4 ચમચી લાલ મરચુ, 1/4 આમચૂર પાવડર, 2-3 પાપડી. 
 
બનાવવાની રીત - સૌ પહેલા વટાણાને ધોઈને 5-6 કલાક પલાળી લો. જ્યારે વટાણા સારી રીતે પલળી જાય ત્યારે પાણી કાઢી લો. હવે પલાળેલા વટાનાને એકવાર ધોઈને પ્રેશર કૂકરમાં વટાણા, બટાકા, થોડુ પાણી, બેકિંગ સોડા અને હિંગ નાખીને 4 સીટી વગાડી લો. 
 
- હવે એક ફ્રાઈ પેનમાં તેલ નાખો અને ગરમ થવા માટે તેજ ગેસ પર મુકો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા જીરુ અને ટામેટા નાખીને 2 મિનિટ સુધી થવા દો.  પછી તેમા બાફેલા વટાણા અને બટાકા નાખો. ઉપરથી ધાણાજીરુ, લાલ મરચુ, આમચૂર નાખો અને સારી રીતે હલાવીને મિક્સ કરો અને સીઝવા દો. 
 
હવે તેમા અડધો કપ પાણી અને મીઠુ નાખીને થવા દો. જ્યારે પાણી લગભગ સૂકાય જાય તો ગેસ બંધ કરી દો. 
 
હવે એક બાઉલમાં મટર ચાટ કાઢો. તેની ઉપર ડુંગળી નાખો સાથે જ બધા મસાલા અને લીંબૂનો રસ નાખીને જરૂર મુજબ આમલી અને લીલી ચટણી પણ નાખો. 
 
તેના પર સેવ, પાપડી અને લીલા ધાણા નાખો અને સર્વ કરો. 


આ પણ વાંચો :