ગુજરાતીમાં રેસીપી - મટર કોફતા

kofte
સામગ્રી - 3થી 4 કપ લીલા વટાણા (બાફીને મેશ કરેલા), 3-4 ચમચી ચણાનો લોટ, આદું-લસણની પેસ્ટ અઢી ચમચી, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 કપ તેલ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - એક વાટકીમાં પીસેલા વટાણા, ચણાનો લોટ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, લીંબુનો રસ, થોડું મીઠું સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને બાજુમાં મૂકી દો.

એક ફ્રાઇંગ પેન લો અને તેમાં 3/4 કપ તેલ નાંખો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આ તૈયાર વટણાના ગોળા તળી લો.

હવે આ જ પેનમાં તેલ ગરમ કરો અને જીરું તથા લાલ મરચું પાવડર નાંખો અને વઘાર કરો. જ્યારે વઘાર થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો.

આને 1-2 મિનિટ માટે ચઢવા દો. પછી આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીલી કોથમીર પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું નાંખો. ત્યારબાદ તેમાં 3-4 કપ પાણી નાંખો અને ઉકળવા દો.

હવે ફ્રાઇંગ પેનમાં તળેલા કોફતા નાંખો અને 4 મિનિટ સુધી સામાન્ય આંચે ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારા મટરના ફોકતા.


આ પણ વાંચો :