મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 12 જૂન 2017 (18:30 IST)

ગુજરાતી Recipe - મગની દાળની ખીચડી

ગરમીને કારણે અનેકવાર કંઈક હલકુ ફુલ્કુ ખાવાનુ મન કરે છે. આવામાં મોટાભાગના લોકો ખિચડી ખાય છે. આ હેલ્ધી હોવા સાથે ટેસ્ટી પણ હોય છે. આજે અમે તમને મગ દાળની ખિચડી બનાવવાની રેસીપી બતાવીશુ. 
સામગ્રી - 200 ગ્રામ ચોખા, 220 ગ્રામ મગ દાળ, પાણી, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન જીરુ. 1 ટીસ્પૂન સરસવના બીજ. 2 ટીસ્પૂન આદુ, 1/4 ટી સ્પૂન હીંગ, 1 ટેબલસ્પૂન લીલા મરચા, 140 ગ્રામ ટામેટા, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન મીઠુ, 70 ગ્રામ મટર. 
 
બનાવવાની રીત - સૌ પહેલ પાણીમાં દાળ અને ચોખાને પલાળીને 20 મિનિટ માટે રાખી મુકો. પછી પાણી કાઢીને બાજુ પર મુકો. 
- એક પેનમાં તેલ અને ઘી નાખીને ગરમ કરો. પછી તેમા જીરુ અને સરસવના બીજ અને આદુ નાખીને સેકો. 
- હવે તેમા હીંગ, લીલા મરચા અને ટામેટા નાખીને થોડી દેર સીઝવા દો. પછી તેમા હળદર અને મીઠુ નાખીને બીજીવાર હલાવો. 
- હવે તેમા પલાળેલી મગની દાળ અને ચોખા તેમજ લીલા વટાણા નાખીને સારી રીતે મિક્સ કરો.  પછી તેમા પર્યાપત પાણી નાખીને 20-25 મિનિટ સુધી બફાવા દો. 
- મગની દાળની ખિચડી તૈયાર છે.. ગરમા ગરમ પીરસો..