મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શનિવાર, 4 જુલાઈ 2015 (17:47 IST)

મગદાળની સ્પેશ્યલ રેસીપી ....પેસરઅટ્ટુ

તમે કોઈ દિવસ લીલા મગની દાળની સ્પેશ્યલ ડીશ બનાવી હશે. જો નહી તો પછી સીખી લો. આ દાળની પૌષ્ટિક રેસીપી.. 
 
સામગ્રી - લીલા મગની દાળ એક કપ, આદુનો એક નાનકડો ટુકડો. લીલા મરચા. લીલા ધાણા બે ચમચી.. લીલ લસણના બે મોટા ચમચી. મીઠુ સ્વાદમુજબ દેશી ઘી કે માખણ સેકવા માટે. 
 
બનાવવાની રીત - લીલા મગની દાળને ધોઈને સાફ કરો અને તેને અઢી કલાક સુધી પલાળી રાખો.  પછી પાણી નિતારી લો. હવે તેમાથી બે મોટી ચમચી પલાળેલી દાળને જુદી કરી બાકીની દાળને મિક્સરમાં ઝીણી વાટી લો. હવે આ વાટેલી દાળમાં પલાળેલી દાળ ઝીણા સમારેલા આદુ લીલા મરચા લીલા ધાણા લીલુ લસણ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણથી ચમચાની મદદથી ગરમ તવા પર મધ્યમ આકારના પૈન કેક બનાવો. ઉલટી પલડીને માખણ કે દેશી ઘી લગાવીને બંને બાજુથી સારી રીતે સેકો. તૈયાર છે પેસરઅટ્ટુને નારિયળની ચટણી દહી કે લીલી ચટણી સાથે સર્વ કરો.