નુડલ્સ પકોડા

noodles pakoda
Last Modified બુધવાર, 25 મે 2016 (17:45 IST)

સામગ્રી - બેસન એક કપ, કોર્નફ્લોર - બે ટેબલ સ્પૂન, નૂડલ્સ - એક કપ બાફેલા, મશરૂમ - બે નાના નાના કાપેલા, કોબીજ- પાતળી સમારેલી અડધો કપ, લીલા મરચા-બે ઝીણા સમારેલા, આદુ એક ઈંચ લાબો પાતળો કાપેલો, લીલા ધાણા- બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા, મીઠુ - 1/2 ચમચી (સ્વાદમુજબ) લાલ મરચુ-1/4 ચમચી, તેલ - તળવા માટે. એક વાડકી ડુંગળી સમારેલી.

બનાવવાની રીત - નૂડલ્સ બાફવાની રીત - કોઈ વાસણમાં એટલુ જ પાણી લો કે જેમા નૂડલ્સ સહેલાઈથી ડૂબી જાય. પાણીને ઉકાળવા મુકો. પાણી ઉકડે કે તેમા એક ચમચી તેલ અને નૂડલ્સ નાખી દો. ત્યારબાદ નૂડસ્લ નરમ થતા નૂડસ્લને ગાળીને કાઢી લો. હવે નૂડલ્સ પર ઠંડુ પાણી નાખીને નૂડલ્સને ધોઈ લો.


કોઈ બાઉલમાં બેસન અને કોર્ન ફ્લોર નાખો અને તેમા થોડુ થોડુ પાણી નાખીને તેની ગાંઠ કાઢી નાખો અને સારી રીતે ખીરુ બનાવી લો. આ ખીરાને ફેંટીને એકદમ ચીકણું બનાવી લો. આ ખીરામાં મીઠુ, લાલ મરચું, લીલા મરચાં, લીલા ધાણા, આદુ, સમારેલુ કોથમીર, મશરૂમના ટુકડા, કોબીજ, ડુંગળી અને નૂડસ્લ નાખીને સારી રીતે મિક્સ કરી લો. પકોડા ક્રિસ્પી બનાવવા માટે એક ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો.
કઢાઈમાં તેલ ગરમ કરો અને ચમચીથી આ મિશ્રણ નાખો. પકોડા પલટીને ગોલ્ડન બ્રાઉન થતા સુધી તળો.
તળેલા પકોડા કોઈ પ્લેટમાં બિછાવેલ નેપકીન પેપરમાં કાઢીને મુકો. બધા નૂડલ્સ પકોડા આ રીતે તળીને તૈયાર કરી લો.

ગરમા ગરમ ક્રિસ્પી નૂડલ્સ પકોડા તૈયાર છે. નૂડલ્સ પકોડાને ટોમેટો સોસ કે લીલા ધાણાની તીખી ચટણી સાથે પીરસો અને ખાવ.


આ પણ વાંચો :