ચટાકેદાર રેસીપી - નારિયળ અને તલની ચટણી

chutney
Last Modified મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (14:23 IST)
 
નારિયળની ચટણીના અનેક જુદા જુદા ટેસ્ટ છે. જેમાથી એક છે નારિયળ અને તલની ચટણી. આ ચટપટા વ્યંજનને ચાખવુ છે તો જાણો તેની રેસીપી... 
 
સામગ્રી - એક કપ નારિયળ છીણેલુ, 3 નાની ચમચી સફેદ તલ સેકેલા, 3 નાની ચમચી મગફળી સેકેલી છોલટા વગરની. એક નાની ચમચી આમલી બીજા કાઢેલી, 3 સૂકા લાલ મરચા, લસણની 2-3 કળી, સ્વાદમુજબ મીઠુ. પાણી. 
બનાવવાની રીત - મિક્સર જારમાં નારિયળ, તલ, મગફળી, આમલી, લાલ મરચુ, લસણ, મીઠુ અને થોડુ પાણી નાખો. 
- હવે જારને ઢાંકણ લગાવીને ગ્રાઈંડર પર સેટ કરીને બધી સામગ્રી ઝીણી કરી લો. 
- જ્યારે સામગ્રીની ચટણી જેવી પેસ્ટ બની જાય તો ગ્રાઈંડર બંધ કરો. 
- ચટણીને કોઈ વાસણમાં કાઢી લો.   તૈયાર છે નારિયળ અને તલની ચટણી. તેમા ડોસા, ઉપમા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :