મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2016 (17:32 IST)

લીલા મરચાંને આ રીતે રાખો લાંબા સમય સુધી તાજા

ખાવામાં તીખાશ લાવનારા લીલા મરચા અનેકવાર જલ્દી ખરાબ થઈ જાય છે. જો તમે આ રીત અપનાવશો તો તે વધુ સમય સુધી ફ્રેશ રહેશે. 
 
ટિપ્સ - 
 
-લીલા મરચાને સૌ પહેલા સારી રીતે ધોઈને સાફ કરી લો પછી તેને કપડા કે સોકિંગ પેપરમાં લપેટીને પાણી સુકાવી લો. ત્યારબાદ મરચાંના દીઠાં તોડીને જિપ બૈગમાં નાખી મુકો. બૈગને હળવી ખુલી રહેવા દો. 
- લાંબા સમય સુધી મરચા રાખવા હોય તો તેમાથી ખરાબ મરચા કાઢી નાખો. જો એક પણ મરચું ખરાબ હશે તો તે બધા મરચા ખરાબ કરી નાખશે. 
- લીલા મરચાના દીઠા તોડીને તેને મિક્સરમાં વાટી લો તેમા મીઠુ નાખી જારમાં નાખી ફ્રિજમાં મુકી દો. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. 
- લાલ મરચાના ડબ્બામાં એક ચપટી હિંગ નાખી દો. આ મરચુ અનેક દિવસો સુધી ખરાબ થતુ નથી.