પાલક-પનીર પરાઠા

palak paneer paratha

સામગ્રી - સ્ટફિંગ માટે 500 ગ્રામ પાલક, 150 ગ્રામ પનીર, આદુને ઝીણું સમારેલુ, 1 ઝીણું સમારેલુ ટામેટુ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1/4 ચમચી મરચું, 1/4 ટી સ્પૂન હળદર, મીઠું સ્વાદમુજબ, જરૂર મુજબ લોટ.

વિધિ - પાલકને ધોઈને કાપી લો. એક પેનમાં થોડુ પાણી નાખીને પાલક નાખી દો અને તેને બાફી લો. પનીરને છીણી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પાલક, આદુ અને ઝીણા સમારેલા ટામેટા નાખીને બાફો. લોટ બાંધીને તેની લોઈ બનાવો. તેને વણીને તેમા પાલક-પનીરની સ્ટફિંગ કરો અને તવા પર ઘી લગાવીને સેકી લો.


આ પણ વાંચો :