પંજાબ. ફતેહગઢ સાહિબની રેલવે લાઈન પર બ્લાસ્ટમાં 12 ફીટનો ભાગ ઉડ્યો, માલગાડીનુ એંજીન ક્ષતિગ્રસ્ત, લોકો પયલોટ થયો ઘાયલ
Fatehgarh Sahib railway line
પંજાબના ફતેહગઢ સાહિબમાં સરહિંદ ક્ષેત્રની રેલવે લાઈન પર મોડી રાત્રે એક શંકાસ્પદ બ્લાસ્ટ થયો. ઘટના રાત્રે 11 વાગે થઈ જ્યારે એક માલગાડી ફ્રેટ કૉરિડોર પરથી પસાર થઈ રહી હતી. બ્લાસ્ટથી રેલવે લાઈનનો 12 ફીટ ભાગ ઉડી ગયો અને માલગાડી એંજિનને નુકશાન થઈ ગયુ. આ ઘટનામાં લોકો પાયલોટ ઘાયલ થઈ ગયો. જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
શુ છે આખો મામલો ?
ઘટના ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની છે. જ્યારે કે માલગાડી ફ્રેટ કોરિડોર રેલ લાઈન પરથી પસાર થઈ રહી હતી. જો કે DIG રોપડ રેંજ નાનક સિંહે હાલ કોઈ આતંકી ઘટનાને નકારી છે.
આ નવી રેલ્વે લાઇન ખાસ કરીને માલગાડીના સંચાલન માટે બનાવવામાં આવી હતી. માલગાડીનું એન્જિન ખાનપુર દરવાજા પાસે પહોંચતા જ એક મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટથી રેલ્વે લાઇનનો લગભગ 12 ફૂટ ભાગ સંપૂર્ણપણે ઉડી ગયો. તપાસ ચાલી રહી છે.