હૈદરાબાદી પાલકનું સાલન
આજે દરેકને લીલા શાકભાજી ખાવા ગમે છે. તો પાલકનુ સાગ કેવી રીતે ભૂલી શકો છો. પણ જો તમે પાલક ખાઈ ખાઈને બોર થઈ ગયા છો તો આજે અમે તમને તેનુ હૈદરાબાદી સાલન બનાવતા શીખવાડીશુ. જે ખૂબ ટેસ્ટી હોય છે.
પાલકની અનેક વસ્તુઓ બની શકે છે પણ આ પાલકના સાલનની વાત જ કંઈક જુદી છે. હવે આવો મોડુ કર્યા વગર જાણીએ તેને બનાવવાની વિધિ
સામગ્રી - 1 કિલો પાલક
2 ડુંગળી (ઝીણી સમારેલી)
1 મોટી ચમચી આદુનુ પેસ્ટ અને લસણનુ પેસ્ટ
1 મોટી ચમચી લાલ મરચાનો પાવડર
1/4 મોટી ચમચી હળદર પાવડર
મીઠુ સ્વાદ મુજબ
5 મોટી ચમચી તેલ
2-3 લીલા મરચા
લીલા ધાણા (ઝીણા સમારેલા)
બનાવવાની રીત - સૌ પહેલા પાલકને ધોઈને ઝીણી સમારી લો પછી તેને મિક્સરમાં વાટીને ગાળી લો.
એક મોટા પેનમાં તેલ નાખીને તેમા ડુંગળી સાંતળો. ત્યારબાદ તેમા આદુ લસણનું પેસ્ટ મિક્સ કરો અને 1 મિનિટ સુધી પકવો
પછી સમારેલી પાલક લાલ મરચાનો પાવડર અને લીલા મરચા નાખો.
હવે તેમા મીઠુ નાખીને તાપ પર બે સેકંડ માટે વધારી દો અને પછી તાપ ધીમો કરીને ઢાંકી દો.
તેને આમ જ 15-20 મિનિટ માટે છોડી દો.
જ્યારે પાલક સૂકાય જાય ત્યા સુધી તેને બફાવા દો જ્યા સુધી તે તેલ ન છોડે. પછી તેને પાંચ મિનિટ સુધી હલાવો અને ઘાણાથી સજાવીને સર્વ કરો.