ભારતીય વાનગી - પનીર દો પ્યાજા

paneer do pyaza
Last Modified શનિવાર, 23 જુલાઈ 2016 (14:48 IST)

ઘર પર માટે ખાસ મેહમાન આવવાના હોય અને પનીર ન બને તો પાર્ટી અધૂરી લાગે છે.
તમારી રસોઈને ખાસ બનાવવા માટે આજે અમે તમને પનીર દો પ્યાજા ઘરે જ બનાવવાની સહેલી રેસીપી બતાવી રહ્યા છે. જેને ખાધા પછી કોઈપણ તમારા વખાણ કર્યા સિવાય નહી રહી શકે.

સામગ્રી - 250 ગ્રામ પનીર
- 50 મિલી તેલ
- 1 ટેબલસ્પૂન જીરુ
- 75 ગ્રામ ડુંગળી
- 75 ગ્રામ ટામેટા (સમારેલા)
- 1 ટેબલસ્પૂન આદુ લસણનું પેસ્ટ
- 1 ટીસ્પૂન લીલા મરચા (સમારેલા)
- 1 ટીસ્પૂન હળદર
- 1 સ્પૂન ધાણાજીરુ
- મીઠુ સ્વાદમુજબ
- લાલ મરચાનો પાવડર જરૂર મુજબ
- 2 ટેબલસ્પૂન પાણી
- 2 ટેબલસ્પૂન કાજુની ક્રીમ
- 3 ટેબલસ્પૂન ક્રીમ
- 2 ટેબલસ્પૂન માખણ
- 3 સૂકા લાલ મરચા
- 1 શિમલા મરચુ.

બનાવવાની રીત - એક પેનમાં તેલ નાખીને ગરમ કરો. હવે તેમા જીરુ અને ડુંગળી નાખીને બ્રાઉન થતા સુધી સેકીને તેમા લસણ આદુની પેસ્ટ નાખીને બે મિનિટ થવા દો. તેમા હવે મીઠુ, લાલ મરચુ, ધાણાજીરુ, લીલા મરચા નાખીને સારી રીતે મિક્સ કર્યા પછી ટામેટા નાખીને બે મિનિટ સુધી થવા દો.
હવે તેમા કાજૂની ક્રીમ નાખીને હલાવતા પાણી પણ મિક્સ કરો અને પકવ્યા પછી ગેસ બંધ કરી દો.

એક પેનમાં માખણ નાખીને ઓગાળી લો અને તેમા સૂકા લાલ મરચા, ડુંગળી, શિમલા મરચા નાખો. શિમલા મરચા થોડા બફાય જાય કે પછી પનીર મિક્સ કરો. હવે તેમા પહેલા તૈયાર કરી રાખેલો મસાલો મિક્સ કરો. તેને પાંચ મિનિટ માટે થવા દો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. તમારો પનીર દો પ્યાજા બનીને તૈયાર છે. તેને ગરમાગરમ રાઈસ કે રોટલી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :