ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2016 (16:54 IST)

રેસીપી - રાજસ્થાની પાપડનું શાક

સામગ્રી - પ્લેન બુંદી અડધો કપ, લાલ મરચુ 1/2 ચમચી, 3 આખા લાલ મરચા, 1 ચમચી ધાણાજીરુ, 1 ચમચી બેસન, 1 ચમચી ગરમ મસાલો, 3 ચમચી તેલ , 2 મોટી સાઈઝના પાપડ, 1/4 ચમચી હળદર, ચપટી હીંગ, 1/4 ચમચી જીરુ, એક કપ ખાટુ દહી ધાણા સજાવવા માટે સમારેલા લીલા ધાણા. 
 

બનાવવાની રીત - સૌ પહેલા પાપડને રોસ્ટ કરીને મધ્યમ સાઈઝમાં તોડીને વાડકામા મુકી દો. તમે ચાહો તો પાપડ તળી પણ શકો છો. પછી એક બીજો વાડકો લો. તેમા દહી, બેસન અને એક કપ પાણી નાખીને ફેંટો.  એક પેન લો. તેમા પાણી ગરમ કરો. પછી તેમા પાપડ અને બુંદી નાખી 2-3 મિનિટ પછી ગાળીને બાજુ પર મુકી દો.  એક બીજી પેન લો તેમા તેલ ગરમ કરો. પછી તેમા જીરુ નાખો. પછી હીંગ અને આખા લાલ મરચાને તોડીને નાખો. ત્યારબાદ લાલ મરચુ, ધાણાજીરુ, ગરમ મસાલો અને દહીવાળુ મિશ્રણ  નાખીને હલાવો. જ્યારે આ ગ્રેવી ઉકળવા માંડે ત્યારે તેમા પાપડ અને બુંદી મિસ્ક કરી દો અને  2-3 મિનિટ સીઝવા દો.  છેવટે તેમા સમારેલા ધાણા નાખી સજાવો અને ગરમાગરમ સર્વ કરો.