ઈંસ્ટંટ પૌષ્ટિક રેસીપી - પૌઆ ઢોકળા

poha dhokla
Last Modified શનિવાર, 14 મે 2016 (16:35 IST)

સવારે નાસ્તામાં તમે પૌઆ અને દહીંની મદાથી આ ઢોકળાને સહેલાઈથી બનાવી શકો છો. તેમા વધુ સમય પણ નથી લાગતો અને સવારે હેલ્દી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ પણ બની જાય છે.

સામગ્રી - પાતળા પૌઆ (નાયલોન પૌઆ) 500 ગ્રામ, દહીં 250 ગ્રામ, આદુ-લીલા મરચાની પેસ્ટ એક મોટી ચમચી, તેલ બે ચમચી, છીણેલુ નારિયળ બે ચમચી, રાઈ અડધો ચમચી, જીરુ અડધી ચમચી, મીઠુ સ્વાદમુજબ. ખાવાનો સોડા એક ચોથાઈ ચમચી, સમારેલા ધાણા અડધી ચમચી.

બનાવવાની રીત - દહી અને પૌઆને મિક્સ કરીને એક કલાક માટે પલાડી મુકો.
પછી તેમા લીલા મરચા અને આદુનુ પેસ્ટ, મીઠુ, લીલા ધાણા, ખાવાનો સોડા અને તેલ મિક્સ કરીને તેલ લગાવેલી થાળીમાં ફેલાવો. આ ઢોકળાનુ વાસણ એક પાણીથી ઉકળતા તપેલાની ઉપર મુકો અને બાફી લો. બફાયા પછી ઠંડા થાય ત્યારે મોટા ટુકડામાં કાપીને રાઈ જીરાનો વધાર લગાવો. ઝીણેલુ નારિયળ અને લીલા ધાણાથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :