મારવાડી બટાકાનુ રસ્સાવાળું શાક

potato sabji
Last Modified મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (17:18 IST)
 
સામગ્રી - 4-5 બટાકા, 2 મોટા ટામેટા, અડધો ઈંચ આદુનો ટુકડો, 1 લીલુ મરચુ, 1 નાની ચમચી હળદર, સ્વાદમુજબ મીઠુ, અડધી ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી તેલ, 1 મોટી ચમચી ઘી, અડધી ચમચી હીંગ, 1 નાની ચમચી જીરુ, અડધી નાની ચમચી ધાણાજીરુ, અડધી નાની ચમચી લાલ મરચુ પાવડર, 1 મોટી ચમચી સમારેલા લીલા ધાણા. 
બનાવવાની રીત - એક વાસણમાં જરૂર મુજબ પાણી નાખીને બટાકા બાફી લો. બાફેલા બટાકાને નાના ટુકડામાં કાપી લો. હવે ટામેટા લીલા મરચા અને અદરકને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા હળદર અને વાટેલા ટામેટા નાખીને ધીમા તાપ પર થવા દો.  જ્યારે ગ્રેવી તેલ છોડવા માંડે ત્યારે તેમા બટાકા નાખીને થોડીવાર થવા દો અને એક ગ્લાસ પાણી નાખી દો. ત્યારપછી તેમા મીઠુ, ધાણાજીરુ અને ગરમ મસાલો નાખીને ઉકળવા દો. એક ઉકળી આવ્યા પછી તેને 3-4 મિનિટ થવા દો અને ગેસ બંધ કરી દો. 
 
હવે એક પેનમાં ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમા જીરુ, હીંગ અને લાલ મરચુ પાવડર નાખીને સેકો અને પછી તેમા શાક નાખી દો. લીલા ધાણાથી સજાવીને પરાઠા કે પૂરી સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :