રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 17 માર્ચ 2017 (07:54 IST)

બટાકા ચીઝ પુરી

બટાકા ચીઝ પુરી -  તમે અત્યાર સુધી અનેક પ્રકારની પૂરીઓ બનાવીને ખવડાવી હશે પણ શુ તમે ક્યારેય બટાકા ચીઝ પુરી ટ્રાય કરી છે... નહી તો આજે જ બનાવો.. 
જરૂરી સામગ્રી - 2 બટાકા બાફેલા, 8 મોટી ચમચી મેદો, 100 ગ્રામ છીણેલુ ચીઝ, એક નાની ચમચી મીઠુ, અડધી ચમચી હળદર. 2 ઝીણા સમારેલા મરચા, 2 મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા. અડધી નાની ચમચી ગરમ મસાલો.  તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - એક વાસણમાં મેદો, ચીઝ, બટાકા, મીઠુ, હળદર, લીલા મરચા, લીલા ધાણા અને ગરમ મસાલો નાખીને સારી રીતે ગૂંથી લો.  (ધ્યાન રહે કે પાણી બિલકુલ પણ ન નાખો)
 
- ગૂંથેલા લોટમાંથી 10 નાના નાના લૂઆ બનાવી લો. 
- હવે ગેસ પર મીડિયમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. 
- તેલના ગરમ થતા જ લૂઆમાંથી પૂરીઓ વણી લો અને તેને એક એક કરીને તળી લો. 
- બટાકા ચીઝ પુરીને ગરમા ગરમ ચટણી કે અથાણા સાથે સર્વ કરો અને ખુદ પણ આનંદ લો.